માળીયા(મી)ના બગસરા ગામે મીઠા ઉત્પાદન માટે મળેલ જમીનમાં પગ મુક્યો તો મારી નાખીશ તેવી ધમકી આપી માથાભરે શખ્સ સહિત ટોળાએ ઘસી જઈ યુવાનન સાથે બેફામ વાણી વિલાસ આચાર્યો હોવાની રાવ સાથે મોરબી જિલ્લા પોલીસ વડાને રજુઆત કરાઈ છે અને પોલીસ પ્રોટેક્શનની માંગ કરાતા ચકચાર મચી જવા પામી છે.
માળીયા મિયાણાના બગસરા ખાતે રહેતા વાઘેલા કિશોરભાઈ સુજાભાઈએ લેખિત રજુઆત કરી હતી જેમાં જણાવ્યા અનુસાર મીઠા ઉત્પાદન માટે તંત્ર દ્વારા અમને ૧૦ એકર જમીન ફાળવવામા આવી છે અને લીજ એગ્રીમેન્ટ તથા કબજો પણ મળ્યો છે જેને પગલે વાઘેલા કિશોરભાઇ મીઠા ઉત્પાદન માટે મળેલી જમીનમાં રોજી રોટી માટે બાંધકામ પાળા કામ કરતા હતા આ દરમિયાન આરોપી જુસુબ આમદભાઈ મીયાણા પોતાના 10 લોકોના ટોળા સાથે ત્યાં ઘસી આવ્યો હતો અને છરી બતાવી અને ગાળો આપી હતી એટલું જ નહીં જો આ જમીન વાળી તો તને મારી નાંખશું એવી ધમકી પણ આપી હતી. આ જમીન મીયાણા ના કબજે છે તેમ પણ દાટી મારી હતી. તેમજ ઘરે કિશોરભાઇના પપ્પા સુજાભાઈને આ જમીન બાંઘકામ કરતા નહિ અને જો જમીનમાં પગ પણ દિધો તો તમામને પતાવી દઈશ એમ કહી લુખ્ખાગીરી કરી હતી.આમ આરોપીઓના ત્રાસથી કિશોરભાઈના પરિવાર પર જીવનું જોખમ હોંવાથી તેઓએ રજૂઆતના અંતમાં પોલીસ બંદોબસ્ત આપવાની પણ માંગ ઉઠાવી છે જે માટે ફી ભરવાની પણ તૈયારી દર્શાવી છે.