રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. ત્યારે વ્યાજ ખોરો હજુ પણ સામાન્ય માણસને હેરાન પરેશાન કરી રહ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં હળવદના એક ખેડૂત પાસે વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ખેડૂતની જમીન લઇ લેવાની ધમકી આપતા ખેડૂતે ગળેફાંસોખાઇ આપઘાત કર્યો હતો. હે સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કાળુભાઇ સનાભાઇ દેગામાની મયુરનગર ગામની કરાર સીમમાં આવેલ વાડીએ રહેતા એક ખેડૂતે બચુભાઇ રાયધનભાઇ આહિર (રહે. સુરવદર તા.હળવદ જી.મોરબી) પાસેથી બે લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હોય જે ખેડૂતની આર્થીક પરિસ્થિતી સારી ન હોય તેમ જાણવા છતા વ્યાજખોર બચુભાઇ રાયધનભાઇ આહિરે પાસે રૂપિયા તથા વ્યાજની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી પૈસા ન આપે તો જમીન લઇ લેવાની તેમજ મોબાઇલ ફોનથી જાનથી મારી નાખવાની ધમકી આપી ખેડૂતને ગળે ફાંસો ખાઇ આપઘાત કરવા માટે મજબુર કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.