Saturday, July 27, 2024
HomeGujaratમોરબીનાં જુના બસ સ્ટેન્ડ પાસે વર્લીફીચરનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો

મોરબીનાં જુના બસ સ્ટેન્ડ પાસે વર્લીફીચરનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો

મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે જુના બસ સ્ટેન્ડની પાછળની શેરીમાંથી વર્લીફીચરના આંકડા લખી જુગાર રમાડતા ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી જુના બસ સ્ટેન્ડની પાછળની શેરીમાં એક ઈસમ વર્લીફીચરનો જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જાહેરમા વર્લીના આંકડાઓ લઈને જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી (રહે જોન્સનગર મોરબી) પાસે મોબાઈલ ફોનથી કપાત કરાવી જુગાર રમાડતા ઓસમાણભાઈ મામદભાઈ વાઘેર (રહે. વાવડી રોડ લાભ સોસાયટી મોરબી) નામના ઈસમને પકડી પાડી તેની પાસેથી કુલ રૂ.૪૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!