Wednesday, October 30, 2024
HomeGujaratહળવદ પંથકમાં ખેડુતોએ વીજ લાઈનના વળતરમાં અન્યાય મામલે અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી...

હળવદ પંથકમાં ખેડુતોએ વીજ લાઈનના વળતરમાં અન્યાય મામલે અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી મતદાન બહિષ્કારની આપી ચીમકી

હળવદ તાલુકાના ખેડૂતોને લાકડીયા વડોદરા 765 કેવી વીજ લાઈનના વળતર બાબતે અન્યાય થતો હોવાથી ખેડૂતોએ આકરાપાણીએ થઈ અર્ધનગ્ન હલતમા વિરોધ કર્યો હતો અને વળતરમાં વધારો કરવા માંગ ઉઠવી છે. ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવી જો આ દિશામા કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામા આવી છે. અને અનસન માટેની મંજૂરીની માંગ કરાતા તંત્ર દોડતું થયું છે.

- Advertisement -
- Advertisement -

 

હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના ૨ાણેક૫૨, ધનશ્યામપુ૨ , કોયબા , ઢવાણા , રણજીતગઢ , કેદા૨ીયા , ધનાળા , જુનાદેવળીયા , સુ૨વદર પ્રતાપગઢ સહિત 15 ગામોના ખેડૂતોએ એકઠા થઇ આ ગામોમાં સ્ટરલાઇટ પાવર એનર્જી દ્વારા ચાલતી લાકડીયા વડોદરા 765 કેવી વીજ લાઈનની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવી ખાનગી કંપની યોગ્ય વળતર આવ્યા વગર બળજબરી પૂર્વક ટાવર ઉભા કરતી હોવાના ધગધગતા આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું કે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા વળતર આપવાનો જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો છે જેની સામેં ખેડૂતોને પ્રતિ ચોરસ મિટર 2013 રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે.

ખાનગી કંપની છેલ્લા એક વર્ષથી ખેડૂતોને હેરાન પરેશાની કરતી હોવાની રાવ કરાઈ છે.આથી કંપનીના દમનથી કંટાળી ગયેલા નારાજ ખેડૂતોએ શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં આકરો વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં ખેડૂતોએ આવતીકાલ માટે અનશન ઉપર બેસવાની પરમિશન લેવા માટે અરજી કરતા તંત્ર દોડતું થયું છે.

ખેડૂતોની માંગનો સ્વીકાર નહિ થાય તો ઉગ્ર આંદોલન કરી આગામી સમયમાં આવતી ગામડાની ચૂંટણીમાં 500 થી વધારે પરિવાર દ્રારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!