માળીયા મિયાણા તાલુકાના 15 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો આજે નર્મદા બ્રાન્ચ કેનાલ પર ભેગા થયા હતા અને મીટિંગ યોજી હતી માળિયા મી.ના ઘાટીલા, ખાખરેચી, કુંભારીયા, વેજલપર, વેણાસર, મદરકી, સુલતાનપુર, માણબા, ચીખલી, વધારવા, ખીરઇ,વિશાલનગર સહિતના ગામના ખેડૂતો એકઠા થયા હતા આ વર્ષે મોરબી જીલ્લામાં વરસાદ પડયો નથી જેને લઈને ખેડૂતોના પાકને નુકશાન થાય તેવી ભીતિ સર્જાઈ છે ત્યારે નર્મદા ની માળીયા બ્રાન્ચ કેનાલ ખાલીખમ જોવા મળતા ખેડૂતો ભેગા થયા હતા અને સિંચાઈ માટે સત્વરે પાણી આપવા ઉગ્ર રજુઆત કરીહતી જેમાં ખેડૂતોએ ખાખરેચી ગામ.નજીક કેનાલ.પર ખેડૂતોએ મિટિંગ યોજ્યાં બાદ મામલતદાર કચેરીએ પહોંચી કેનાલમાં પાણી મળે તે માટે રજુઆત કરવા પહોંચ્યા હતાં અને બે દિવસ માં પાણી આપવા માંગ કરી છે.
માળિયા મી.ના ૧૫ ગામના ખેડૂતોને નર્મદાનાં નીર ન મળતા વિરોધ કરી મામલતદાર કચેરીએ ઘેરાવ કરી આવેદનપત્ર પાઠવી સત્વરે પાણી આપવા માંગ
- Advertisement -
- Advertisement -