Tuesday, September 17, 2024
HomeGujaratટાયર મોત બનીને અથડાયું:મોરબીના નાગડાવાસ નજીક ટ્રકનું ટાયર નીકળી જઈ એક્ટિવા સાથે...

ટાયર મોત બનીને અથડાયું:મોરબીના નાગડાવાસ નજીક ટ્રકનું ટાયર નીકળી જઈ એક્ટિવા સાથે અથડાતા ચાલકનું મોત

મોરબી જિલ્લામાં અકસ્માતોના બનાવવામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. અત્યારે થોડા દિવસ પૂર્વે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકનું ટાયર નીકળી જઈ ત્યાંથી પસાર થઈ રહેલ એકટીવા ચાલક સાથે અથડાયું હતું. જેના કારણે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઈ સારવારમાં તેમને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તે સમગ્ર મામલે અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાધરવા ગામના વતની કૌશિકભાઈ ખીમજીભાઇ વડગામા ગત તા.૧૪/૧૦/૨૦૨૨ રોજ મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીકથી પોતાનું GJ-36-N-3020 નંબરનું મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે રામદેવ હોટલની સામે પહોચતા સામેના મોરબી થી માળીયા તરફના રોડ ઉપર કોઇ અજાણ્યા ટ્રક ચાલક પોતાનો ટ્રક બેદરકારી પૂર્વક પૂરઝડપે ચલાવી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રકનું ટાયર નીકળી જતા કૌશિકભાઈના એકટીવા સાથે અથડાયું હતું. જેને કારણે કૌશિકભાઈને ગંભીર જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૦૪(અ),તથા એમ વી એકટ કલમ-૧૭૭.૧૮૪.૧૩૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!