હાલમાં ચાલતા ખાતરની અછતના મુદાને લઈને સત્ય હકીકત લોકો સુધી પહોંચે તે માટે હળવદના પત્રકાર દ્વારા કવરેજ કરવામાં આવતું હતું.તે દરમિયાન ભલગામડા ગામે ખાતર મામલે કવરેજ કરતી વખતે ખાતરની અછતને લઇને લોકોને સવાલ કરાતા એગ્રો ધારક ક્રોધે ભરાયો હતો અને તેના મળતીયાઓને બોલાવી પત્રકાર પર હુમલો કર્યો હતો.
હળવદના ભલગામડા ગામે એગ્રોની દુકાન સંચાલકની બેખૌફ ગુંડાગીરી સામે આવી છે.જેમાં વેપારી દ્વારા ન્યૂઝ ચેનલના પત્રકાર જગદીશ પરમાર પર હુમલો કરી મોબાઈલ ફોન પડાવી લીધા હતો.
આટલું જ નહિ વિડિઓ ચાલુ હોય ત્યારે જ બેખૌફ બની આ ઈસમે ન્યૂઝ માઇક પણ તોડી નાખી રીતસર ગુંડાગીરી આચરી હતી.ઉલ્લેખનીય છે કે, પત્રકાર જગદીશ પરમાર ખાતરની અછતના મુદા સાથે પોતાના પત્રકારત્વ ની ફરજ બજાવવા જમીની હકીકત દર્શાવવા ભલગામડા ગામે સ્ટોરી કરવા ગયા હતા અને લોકો પાસેથી માહિતી એકત્રિત રયા હતા તે દરમિયાન વેપારીએ ૧૦થી વધુ લોકો સાથે મળી પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો.ત્યારે હવે આવું કૃત્ય બીજી વખત કોઈ ન કરે તે માટે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બન્યું છે.