મોરબી જિલ્લામાં છેલા ચોવીસ કલાકમાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં કૂવામાં પડી જતા પરિણીતાનું મોત થયું છે જ્યારે મંદીના કારણે કંટાળી જઇ ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ આયખું ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં રહેતા
હર્ષીદાબેન ઉપેન્દ્રભાઇ વીલપરા નામના ૩૭ વર્ષીય પરિણીતા કારણોસર વનાળીયા ગામે આવેલ કુવામા પડી ગયા હતા જેને લઈને તે પાણીમા ડુબી જતા પરિણીતાનું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેને પગલે પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ તેજ બનાવી છે.
આ ઉપરાંત વધુ એક અપમૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી નવલખી ફાટક પાસે કુબેરનગર શેરી નંબર-૩માં રહેતા અને ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકલેયલ ધર્મેન્દ્રભાઇ વિનોદચંદ્ર નાગર (ઉ.વ.૫૪)ના ટ્રાન્સપોર્ટના ધંધામાં મંદી આવતા આર્થિક સ્થિતી ડામાડોળ બની હતી આથી મંદીના કારણે કંટાળી જઇ પોતાની જાતે ટીંબડી ગામના પાટીયા થી આગળ અશ્વમેઘ હોટલ સામે શ્રીજી સપ્લાયર નામની દુકાનમાં આધેડ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેમાં તેનું મોત નિપજતા પોલીસે જાણ કરાઇ હતી આથી પોલીસે અપમૃત્યુની નોંધ કરી તાપસ હાથ ધરી હતી.