Saturday, January 11, 2025
HomeGujaratમોરબીની મહાવીર સોસાયટીમાં વૈદિક હોળી પ્રગટાવી પર્વની ઉજવણી કરાઈ

મોરબીની મહાવીર સોસાયટીમાં વૈદિક હોળી પ્રગટાવી પર્વની ઉજવણી કરાઈ

હોલિકા દહન સાથે સુખી અને નિરોગી જીવનની કામના કરાઈ

- Advertisement -
- Advertisement -

મોરબી:ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત ચાલ્યા આવતા હોળીના પર્વમાં દરેક શહેર, ગામેગામ હોળી પ્રગટાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ઋતુ પ્રમાણે તહેવારોની ઉજવણી કરી સમાજના લોકોમાં પરસ્પર એકતા અને આધ્યાત્મિકતાની ભાવના કેરો સેતુ જળવાય રહે તે રીતે તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી પાછળ ક્યાંકને ક્યાંક વૈજ્ઞાનિક તથ્ય પણ હોય છે. આપણી સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ આપણા શાસ્ત્રોમાં વૈદિક હોળી પ્રગટાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં એક ઋતુ પુરી થઇ બીજી ઋતુ શરૂ થતી હોય છે ત્યારે વાતાવરણના ફેરફારની લોકોના સ્વાસ્થ્ય ઉપર ઘણી પ્રતિકૂળ અસરો થતી હોય છે ત્યારે વૈદિક હોળીથી વાતાવરણમાં વધારાનો અતિરિક્ત પ્રાણવાયુ પ્રસારીને લોકોને નિરોગી રાખવામાં મહદઅંશે ભાગ ભજવાય છે ત્યારે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે સ્વચ્છતા રોડ ઉપર આવેલ મહાવીર સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહન કરી હોળીના પર્વની ખુબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રવર્તમાન વર્ષે વાતાવરણની શુદ્ધિ માટે વૈદિક હોળી પ્રગટાવી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

મોરબીની મહાવીર સોસાયટીના રહીશ ધરમવીર શાસ્ત્રી દ્વારા વૈદિક હોળી બાબતે વિસ્તૃત માહિતી આપતા જણાવાયું હતું કે આપણા વડીલો- પૂર્વજો દ્વારા હોળી-દીપાવલી જેવા મોટા તહેવારોમાં હોમ-હવન કરવાની પરંપરા હતી. હોમ-હવન, યજ્ઞ કરવાથી વાતાવરણની શુદ્ધિ થાય છે. ત્યારે હોળીના પર્વ ઉપર પણ મોટો હવન કરવામાં આવે છે કેમ કે આ સમયમાં ઋતુકાળના ફેરફારમાં શિયાળાની ઋતુ પુરી થઇ ઉનાળાની ઋતુની શરૂઆત થતી હોય ત્યારે વાતાવરણમાં જે બદલાવ આવે છે તેની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે. ત્યારે આ માટે હોળીના આ તહેવારમાં હોલિકા દહનને મોટા યજ્ઞના ભાગરૂપે માની તેમાં ઘી, હવન સામગ્રી તથા ઘણી ઔષધીય વસ્તુની આહુતિ આપવાથી વાતાવરણની શુદ્ધિ થાય છે અને તેનો લાભ જન-જનને થાય છે. ત્યારે મહાવીર સોસાસયટીમાં કરવામાં આવેલ વૈદિક હોળીમાં ઘી, નાળિયેર-કાચલી, આશરે ૩૦ થી ૪૦ ઔષધીય જડીબુટી તેમજ દિલ્હીથી વૈદિક હવન સામગ્રીની તમામ મહાવીર સોસાયટીના રહીશો દ્વારા આહુતિઓ આપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે મહાવીર સોસાયટીના રહીશો દ્વારા સૌ સાથે મળી મહાપ્રસાદનું આયોજન પણ કરી હોળીના પર્વની હર્ષ ઉલ્લાસથી ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.

આ તકે મહાવીર સોસાયટીના ર્ડો. બી.કે. લહેરૂસાહેબ, અનિલભાઈ બુદ્ધદેવ, હરેશભાઇ પટેલ. ર્ડો. દિપક અઘરા, અંબારામભાઇ દેથરીયા, તુલસીભાઇ પટેલ દ્વારા આ પર્વની ઉજવણીને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!