મોરબી પંથકમાં પોલીસે જુગાર અંગે જુદા જુદાં ત્રણ દરોડા પાડી જુગાર રમતા પંદર પતાપ્રેમીઓને પકડી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓ વિરુદ્ધ જુગરધારા હેઠળ કાયદેશનરી કાર્યવાહી ધરી છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક નજીક આવેલ સર્કિટ હાઉસ સામે જુગારની મહેફિલ જામી હોવાની પોલિસને જાણ થતા પોલીસે દરોડો પડ્યો હતો.જ્યાં જુગાર રમતા વિજયભાઇ જગદીશભાઇ ભીમાણી, રાકેશભાઇ ભુપતભાઇ ફતેરા, અજયભાઇ અવચરભાઈ સનુરા, વિક્રમભાઇ અરજણભાઇ રામબરીયા, મેહુલભાઇ ત્રીભોવનભાઇ સનુરા, નિકુલભાઇ દિલિપભાઇ ભીમાણીને ઝડપી લીધા હતા પોલીસે તમામ પત્તાપ્રેમીઓને પકડી લઈ તેના કબજામાંથી રૂ.૫૬૦૦ ની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર અંગેના અન્ય એક કેસની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર પોલીસે મોરબી લાતીપ્લોટ શેરીનં.૨-૩ વચ્ચે જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી જ્યાં જુગાર રમતા કિશોરભાઇ બાબુલાલ મોવાડીયા, અલ્લારખાભાઇ હુશેનભાઇ રાઉમા, કબીરશા અલીશા સૈયદ, કીરીટભાઇ બાબુભાઇ અગેચણીયા, સોહીલભાઇ રસુલભાઇ સુમરાને પોલીસે ઝડપી લીધા હતા. તમામ શકુનીઓના કબજામાંથી પોલીસે રોકડા રૂ. રૂ.૧૬૪૫૦ની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત જુગારના વધુ એક કેસની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ચોપડે નોંધાયેલ વિગત અનુસાર મોરબીના માધાપર શેરીનં.૫ માં મંડાયેલ જુગારના પાટલામાં પોલીસે રંગમાં ભંગ પાડી આરોપી ગોવીંદભાઇ હરજીભાઇ મુંધવા, અનવરઅલી ગુલામહુશૈન રાજાણી, રસુલશા કરીમશા હશાહમદાર, દયાલજીભાઇ રતીલાલભાઇ પરમારને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂ. રૂ.૧૩૫૦૦ નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.