જર, જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવત હળવદમાં સાર્થક થતી જોવા મળી હતી. હળવદના ઢવાણા ગામની સીમમાં જમીન ખેડાણ કરવા બાબતે થયેલ બોલાચાલીમાં બે શખ્સોએ તેના જ પરિવારની એક મહિલા તથા તેના પતિ પર હુમલો કર્યો હતો. જેમાં મહિલાને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના ઢવાણા ગામે રહેતી ગીતાબેન વિનોદભાઇ સાકરીયા નામની મહિલાને જગદીશભાઇ ઉર્ફે જગો લાભુભાઇ સાકરીયા (રહે ગામ ઢવાણા તા હળવદ જી મોરબી) તથા ગુડાભાઇ પ્રવિણભાઇ સાકરીયા (રહે ગામ ઢવાણા તા હળવદ જી મોરબી) સાથે જમીન ખેડાણ કરવા બાબતે બોલાચાલી થયેલ જે બાબતનુ જુનુ મનદુખ રાખી આરોપીઓએ મહિલાને લાકડાના ધોકાવતી માથાના ભાગે ટાકા આવે તે રીતે માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ગાળો આપી તથા મહિલાનાં પતિ સાથે આરોપીઓએ જપાજપી કરી શરીરે મુંઢ ઇજાઓ કરી તથા જેમ ફાવે તેમ ગાળો આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.