Tuesday, October 27, 2026
HomeGujaratવવાણિયામાં પારિવારિક મનદુઃખમાં બે જૂથ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદમાં ૩૧ સામે ગુનો

વવાણિયામાં પારિવારિક મનદુઃખમાં બે જૂથ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદમાં ૩૧ સામે ગુનો

લગ્ન પ્રસંગના જૂના વિવાદમાં પાઈપ, ધારીયા અને ધોકા વડે હુમલો, અનેક લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના વવાણિયા ગામે લગ્ન પ્રસંગ બાબતે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા પારિવારિક મનદુઃખને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. તા.૨૫ ઓક્ટોબરના રોજ સમંશાપીરની દરગાહના ઉર્ષના મેળા દરમિયાન મસ્જિદ પાસે બનેલા આ બનાવમાં બંને પક્ષે એકબીજા પર ગાળો ભાંડી હુમલો કર્યાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. જેમાં એક પક્ષે ધારીયા અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યાનો, જ્યારે બીજા પક્ષે પાઈપ અને લાકડાના ધોકાથી માર માર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. આ મારામારીમાં અનેક લોકોને ઈજાઓ થઈ હતી, જેમાં કેટલાકને માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. હાલ બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે કુલ ૩૧ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે. નોંધાયો છે.

પ્રથમ પક્ષની ફરિયાદ મુજબ, મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કાસમભાઈ દાઉદભાઈ બુચડ દ્વારા આરોપીઓ (૧)હનીફભાઈ જુસબભાઇ ભટ્ટી, (૨)સબ્બીર જુસબભાઇ ભટ્ટી, (૩)અનવર જુસબભાઇ ભટ્ટી, (૪)મહમદ જુસબભાઇ ભટ્ટી, (૫)જાકુબ નુરમામદ ભટ્ટી, (૬)રફીક નુરમામદ ભટ્ટી, (૭)સલીમ નુરમામદ ભટ્ટી, (૮)હુશેન નુરમામદ ભટ્ટી, (૯)અબ્રાહમ ઓસમાણ ભટ્ટી, (૧૦)દાઉદ અબ્રાહમ ભટ્ટી, (૧૧)અનવર જુસબ કચ્ચા, (૧૨)રહીમ મુસાભાઇ ભટ્ટી, (૧૩)આબીદ રહીમભાઈ ભટ્ટી, (૧૪)હમીદાબેન ઓસમાણભાઇ ભટ્ટી, (૧૫)આયશાબેન દાઉદભાઇ ભટ્ટી, (૧૬)હાજરાબેન જુસબભાઇ કચ્ચા, (૧૭)રસીદ દાઉદ ભટ્ટી બધા રહે. વવાણીયા તા.માળીયા(મી) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૫/૧૦ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે વવાણિયા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. આ દરમિયાન ગામમાં મસ્જિદ પાસે સામા પક્ષના સગાં સાથે સામનો થતાં જૂના પારિવારિક મનદુઃખને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારે સામા પક્ષના ઉપરોક્ત આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી લોખંડના પાઈપ, ધારીયું, ટામી અને છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં કાસમભાઈને માથામાં ધારીયાથી ઈજા અને પગે પાઈપનો માર વાગ્યો હતો, જ્યારે તેમની સાથેના અન્ય લોકોને પણ ઈજાઓ થઈ હતી.

જ્યારે સમાપક્ષની ફરિયાદમાં રહીમભાઈ મુસાભાઈ ભટ્ટી ઉવ.૪૬ રહે-હાલ વીસીપરા મદીના સોસાયટી મોરબી મુળરહે.વવાણીયા ગામ તા.માળીયા(મી) વાળાએ માળીયા(મી) પોલીસ સમક્ષ આરોપીઓ (૧)મામદભાઈ કાસુભાઇ બુચડ, (૨)જેતુનબેન મામદભાઇ બુચડ, (૩)ફીરોજભાઇ મામદભાઇ બુચડ, (૪)સલમાબેન ફીરોજભાઇ બુચડ, (૫)કાસમભાઇ દાઉદભાઈ બુચડ, (૬)હસીનાબેન કાસમભાઇ બુચડ, (૭)હનીફભાઇ દાઉદભાઇ બુચડ, (૮)શકીનાબેન હનીફભાઇ બુચડ, (૯)અમીનાબેન દાઉદભાઇ બુચડ, (૧૦)રફીક મુસાભાઇ બુચડ, (૧૧)રૂકશાનાબેન રફીકભાઇ બુચડ, (૧૨)ફરીદાબેન સબ્બીરભાઇ નોબે, (૧૩)કાસમભાઇ ઓસમાણભાઇ ટાંક, (૧૪)મરીયમબેન ઓસમાણભાઇ ટાંક તમામ રહે. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી રહીમભાઈ મુસાભાઈ ભટ્ટી પણ તેમના પરિવાર સાથે ઉર્ષના મેળામાં ગયા ત્યારે અગાઉ લગ્ન પ્રસંગમાં થયેલ પારિવારિક વિવાદનો ખાર રાખી મારામારી થઈ હતી. જેમાં ઉપરોક્ત આરોપી કાસમભાઈ બુચડના જૂથના લોકોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો, જેમાં હાજરાબેનને માથામાં ઈજા થઈ હતી તથા અન્ય લોકોને પણ માર વાગ્યો હતો. બંને પક્ષના ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હાલ માળીયા(મી) પોલીસે બંને પક્ષોએ નોંધાવેલ સામસામી ફરિયાદને આધારે બંને પક્ષના કુલ ૩૧ વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!