એક સાથે ૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે ત્રણ મહિના પૂર્ણ થયા છે, ભલભલાનું કાળજું કંપાવી દેનારી આ દુર્ઘટનાથી સમગ્ર દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ ઘેરા પડઘા પડ્યા છે ત્યારે દુર્ઘટનાના વીતેલા આ ત્રણ મહિના બાદ જેના વિરુદ્ધ લૂક આઉટ નોટિસ ઈશ્યુ થઈ છે તેવા જયસુખ પટેલે અંતે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે.
જયસુખ પટેલે અગાઉ આગોતરા જામીનની અરજી કરી હતી. જેની સુનાવણી આવતી કાલે થનાર છે. ત્યારે જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનવણી થાય તે પેહલા જ તેણે સરેન્ડર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલે સરેન્ડર માટે અરજી કરી છે. જેને લઇ તપાસનીશ અધિકારીને કોર્ટે બોલાવ્યા છે. જેને લઇ કોર્ટ સાંજે પાંચ વાગ્યે ઓર્ડર કરે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. તપાસનીશ અધિકારી ડી.વાય.એસ.પી. પી. એ.ઝાલા કોર્ટે પહોચ્યા છે.