Saturday, April 27, 2024
HomeGujaratમોરબીની મહેશ હોટેલ સીલ કરાઈ:સમયસર લોનના હપ્તા ભરપાઈ ન કરતા ખાનગી ફાયનાન્સ...

મોરબીની મહેશ હોટેલ સીલ કરાઈ:સમયસર લોનના હપ્તા ભરપાઈ ન કરતા ખાનગી ફાયનાન્સ કંપનીની કાર્યવાહી

મોરબીની શનાળા રોડ પર આવેલ અને નામના ધરાવતી મહેશ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ને ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા સિલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં સંચાલક દ્વારા આ હોટેલ પર હીરો ફિન કોપ નામની ફાયનાન્સ કંપની માંથી અગાઉ લોન લીધેલ હતી. જે લોન ના હપ્તાની સમયસર ચુકવણી ન કરવામાં આવતા મહેશ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ વિરુદ્ધ ફાયનાન્સ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને હીરો ફિન કોપ નામની ફાયનાન્સ કંપની દ્વારા આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે હોટેલ પર પહોંચી કબજો લઈ હોટેલને સીલ કરવામાં આવી છે. અને સિક્યુરિટાઇસેશન એક્ટ હેઠળ કોર્ટ દ્વારા કરાયેલ હુકમથી કંપનીએ મહેશ હોટેલનો કબજો લઈ સીલ કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સંચાલકની ૩ ,૮૩,૭૩,૧૪૬ રૂપિયાની લોન ભરપાઈ કરવાની બાકી છે જેને ભરવા માટે ફાયનાન્સ પેઢી દ્વારા ૬૦ દિવસ નો સમય આપવા આવ્યો છે અને હાલમાં ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા હોટેલનો કબજો લેવામાં આવ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!