Thursday, April 25, 2024
HomeGujaratજાણો મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે જીલ્લા કલેકટરએ શું કહ્યું

જાણો મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે જીલ્લા કલેકટરએ શું કહ્યું

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોના કેસોમાં વધારો થયો છે ત્યારે મોરબીમાં કોવીડ કેર સેન્ટરો શરુ કરીને ૫૦૦ બેડની સુવિધા શરુ કરી છે તેમજ જરૂરત પડ્યે વધુ ૫૦૦ બેડની સુવિધા માટે તંત્રએ તૈયારીઓ કરી છે

- Advertisement -
- Advertisement -

હાલ ૧૯૫ બેડની સુવિધા હોય જેમાં ૮૦ બેડ ખાલી હોવાનું જણાવ્યું હતું તો દવાઓની તંગીના મેસેજ પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા હોય ત્યારે રેમડીસીવર ઇન્જેક્શન મોરબીને ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ઉપરાંત ૯૦૦૦ આરસીપીસીઆર કીટ અને ૬૦૦૦ રેપીડ કીટ પણ શનિવારે મોરબી પહોંચી જશે સાથે જરૂરી દવાનો જથ્થો પણ સમયસર મળી રહેશે તેમ જણાવ્યું હતું હાલ મોરબી જીલ્લામાં 2 દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનુ જણાવ્યું હતું તો ઘૂટું કોવીડ કેર સેન્ટર પુન કાર્યરત કરાયું છે ઉપરાંત જોધપર પાટીદાર વિદ્યાર્થી ભુવન ખાતે પણ ૩૦૦ બેડની મંજુરી આપવામાં આવી છે અને કોવીડ સેન્ટર રવિવારથી શરુ થશે તેવી માહિતી આપી હતી. વધુમાં જીલ્લા કલેકટર જે. બી. પટેલ એ કોઈ જાતની અફવા પર ધ્યાન ના આપવા અને નાગરિકો જાગૃત બની તકેદારી રાખે તેવી અપીલ કરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!