મોરબી જીલ્લામાં ફાયરની સુવિધાઓ ભૂતકાળમાં અનેક સવાલો ખડા થયા છે ત્યારે કલબ 36 નામની હોટેલના પાર્કિંગ માં ત્રણ કારમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો આજે શમી સાંજે ધૂળેટી પર્વ પર લોકો પરિવાર સાથે અનેક સિનેમા ઘર અને હોટેલોમા જતા હોય છે ત્યારે કલબ 36 માં પાર્કિંગમાં પડેલી ઇકોવાન અને વર્ના સહિતની ત્રણ કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
જોકે કલબ 36 સિનેમા એન્ડ હોટેલ હોવાથી ધુળેટીના પર્વ પર મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે હાજર હતા ત્યારે આ આગનો બનાવ બનતા ફાયરની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો હાજર લોકોના જણાવ્યા અનુસાર કોઈ ફાયરની સુવિધા ન હોવાથી આગ એક કાર માંથી ત્રણ કારમાં ફેલાઈ હતી જો કે અંતે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા તાબડતોબ ફાયરની ટિમો આગને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા અને મોટી દુર્ઘટના ટળી ત્યારે આ આગ ને લીધે જો બાજુમાં કોઈ ગેસ વાળી કાર હોત તો મોટી દુર્ઘટના સર્જાત તેમાં કોઈ શંકાને સ્થાન નથી બીજી બાજુ પ્રાથમિક ધોરણે જે ફાયરની સુવિધાઓ હોવી જોઈએ તેનો પણ અભાવ જોવા મળ્યો હતો જેથી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનાથી હાજર લોકોમ ગભરાટ જોવા મળ્યો હતો.