મોરબીમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે જેમાં ગેરેજમાં વેલ્ડીંગ કામ કરતી વખતે એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક આવેલ ટ્રક ના ગેરેજમાં વેલ્ડીંગ વિભાગમાં બપોરના સમયે કામ કરતી વેળાએ અચાનક એલપીજી ગેસ સીલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેને પગલે સમગ્ર ગેરેજમાં આગ લાગી હતી અને આગ વધુને વધુ વિકરાળ બની હતી અને ગેરેજમાં કામ માટે રાખવામાં આવેલ ટ્રક ને પણ ઝપેટ માં લઇ લીધો હતો પરંતુ સમયસર મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તુરંત ઘટનાસ્થળે પહોચી ને આગને આગળ વધતી અટકાવી ને કાબુમાં લેવામાં પ્રયત્નો મોરબી ફાયરની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા જોકે આ બનાવમાં એક વ્યક્તિ દાજી જતા ઇજાગ્રસ્ત થયો છે જેને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તેમજ આ આગમાં આખું ગેરેજ બળીને ખાક થઈ ગયુ હતું.