હળવદ માં કોરોનાના વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાન માં રાખીને આજ રોજ હળવદ નગરપાલિકાના સભાખંડમાં વેપારીઓ અને આગેવાનોની અધ્યક્ષતામાં મળી બેઠક મળી હતી જેમાં હળવદ માં તા.૨૨ને ગુરુવાર થી ૫ દિવસનુ સંપૂર્ણ સ્વયભુ લોકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન મેડિકલ, હોસ્પિટલ, ડેરી શાકભાજી જેવી જીવન જરૂરિયાત ખુલ્લી રહેશે. આ બેઠકમાં ધારાસભ્ય, રાજકીય આગેવાનો, ચીફઓફિસર, વેપારીઓ, મેડિકલ ટિમ, પોલીસની ટિમ બેઠક માં હાજર રહી હતી.