Friday, January 10, 2025
HomeGujaratમોરબી પંથકમાં અપમૃત્યુના પાંચ બનાવ પોલીસ ચોપડે નોંધાયા

મોરબી પંથકમાં અપમૃત્યુના પાંચ બનાવ પોલીસ ચોપડે નોંધાયા

મોરબીના લાલપર ગામે આવેલ બિયાન પેપરમીલ રાતાવિડા ગામે કારખાનામાં મજૂરી કામ કરતો મનોજ છેદીલાલ વર્મા એ મોરબી તાલુકા પોલીસ માહિતી જાણકારી છે કે ગઈકાલે મીલેનીયમ પેપર મીલ આ કામ કરતો ગુલાબચંદ દેવચંદ વર્મા યુવાન પોતાના કાનમાં હેડફોન ભરાવીને ગીત સાંભળતો હોય અને રફાળેશ્વર રોડ નજીક રેલવે પાટા પર ચાલીને જતો હતો ત્યારે ટ્રેન આવતા તેમની ઠોકરે ચડી જતાં શરીરે ગંભીર ઈજા થતા તેને મોત નીપજ્યું હતું બનાવના પગલે હેડ કોન્સ્ટેબલ એ એમ ઝાપડીયા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે જ્યારે અન્ય એક બનાવમાં મોરબીના ઉચી માંડલ ગામે આવેલ એકોર્ટ સિરામિક કારખાનામાં કામ કરતો સલમાન કમરિયા ફકીર નામના યુવાને ઓરડીમાં કોઈ કારણોસર ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસના એ.એસ.આઇ જેપી કણસાગરા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે જ્યારે સુંદર ગઢ ગામે બ્રહ્માણી ડેમમાં ડૂબી જતા રાજ અશોકભાઈ પડ્યા ગામના 14 વર્ષના જામનગરના તરુણ મોત નિપજતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે જ્યારે જુના ઘુટુ રોડ પર આવેલ સિમ્પલ સિરામિક કારખાના માં કામ કરતો ખજૂર નો ચાર વર્ષનો પુત્ર વિશાલ રમતા રમતા એર કમ્પ્રેસર ની નથી ગુંદાના ભાગે હવા ભરાઈ જતા તેનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બનાવમાં લાલપર ગામ ની સીમમાં આવેલ એટલાસ ઇન્ડસ્ટ્રીઝ માં કામ કરતો મુકેશ નારાયણ સિંગ નામના યુવાને કોઈ કારણોસર ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવી નાખતા મોરબી તાલુકા પોલીસ ના ચોપડે નોંધાવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!