મોરબી પંથકમાં અપમૃત્યુના પાંચ બનાવો સામે આવ્યા છે જેમાં અકસ્માત અને આત્મહત્યામાં મોત થયા અંગેની જુદા જુદા પોલીસ મથકમાં નોંધ કરાઈ છે.
જે અંગેના પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા મેહુલભાઈ દિલીપભાઈ સોલંકી નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોત મિઠું કરી લીધું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બીજા એક બનાવમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે અક્ષર ઇન્ડીયા એલ.એલ.પી કાખાનામા માતા પિતા કામ કરતા હતા. આ દરમિયાન સાથે રહેલ અલવીરા અલતાફભાઇ બેલીમ નામના ત્રણ વર્ષના બાળકી ઉપર અકસ્માતે 700 કિલોનો પ્લાસ્ટિકનો રોલ ફરી વળતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. વધુમાં બગથળા ગામના છગનભાઇ કાનજીભાઈ ડાભી નામના આધેડે અગમ્ય કારણોસર એસિડ પી જતા તેઓને સારવારમાં અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું.
અન્ય એક બનાવમાં હળવદ તાલુકાના વાંકીયા ગામના કેતનભાઈ વનજીભાઈ એરણીયાં નામના પાંત્રીસ વર્ષીય યુવાને એસિડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત વધુ એક બનાવમાં સીરામીક સિટીમાં કામ કરતા વિષ્ણુભાઈ શ્યામભાઈ માલી નામના યુવાનને અકસ્માતે વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું.