પગાર વધારવા બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં નિકાલ ના આવતા પાંચ વાયરમેન નોકરી મૂકી દેતા ખળભળાટ.
હળવદ નગરપાલિકામાં ફરજ બજાવતા નગરપાલિકાના પાંચ ઇલેક્ટ્રીશન વાયરમેને પગાર વધારવા બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી તેમનું કોઈ નિરાકરણ ન આવતા પાંચ વાયરમેનોએ નોકરી મૂકી દેતા પાલીકા માં દોડધામ મચી જવા પામી છે,જીવના જોખમે થાંભલે ચડીને કામગીરી કરતા વાયરમેનોને સામાન્ય પગાર મળતા પગાર વધારવા બાબતે અનેકવાર તંત્ર ને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ ન આવતા ના છુટકે નગરપાલિકા માં ફરજ બજાવતા પાંચ વાયરમેનઓએ નોકરી મૂકી દેતા નગરપાલિકામાં દોડધામ મચી જવા પામી છે.જો તાત્કાલિક ધોરણે આ પ્રશ્રનુ નિરાકરણ કરવામાં નહીં આવે તો શહેરમાં લાઈટની સમસ્યાઓ સર્જાસે તેવું જાગૃત નાગરિકો માં ચર્ચાઈ રહ્યું છે.