Friday, September 18, 2026
HomeGujaratમોરબી પોલીસ દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન:...

મોરબી પોલીસ દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન: ૭૬ યુનિટ રક્ત એકત્રિત થયું

મોરબી પોલીસ હેડક્વાર્ટર, મકનસર ખાતે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ “સેવા મેરા યોગદાન” યોજના હેઠળ એક વિશાળ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક (IGP) ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મુકેશ પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) કે.પી. પરમારના માર્ગદર્શન હેઠળ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. ચૌહાણ દ્વારા આ કેમ્પ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

આ રક્તદાન શિબિર જી.એમ.ઇ.આર.એસ. (GMERS) મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ સંચાલિત સિવિલ હોસ્પિટલ, મોરબીના સહયોગથી યોજવામાં આવી હતી. આ કેમ્પમાં મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

શિબિર દરમિયાન સરકારી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે કુલ ૭૬ યુનિટ (૨૬,૬૦૦ સી.સી.) રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. મોરબી પોલીસની આ માનવતાવાદી કામગીરીને સમગ્ર જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!