Friday, September 18, 2026
HomeGujaratહળવદના માનગઢ ગામે જમીનમાંથી અચાનક ગરમ ગેસ-ધુમાડા નીકળતા ભયનો માહોલ

હળવદના માનગઢ ગામે જમીનમાંથી અચાનક ગરમ ગેસ-ધુમાડા નીકળતા ભયનો માહોલ

મકાન પાસે થાંભલા નજીકથી સતત ગરમ હવા નીકળતાં ભૂસ્તરશાસ્ત્રી અને GPCBની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના માનગઢ ગામે રહેણાંક મકાન પાસે જમીનમાંથી અચાનક ગરમ હવા અને ગેસ જેવા ધુમાડા નીકળવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને GPCBની ટીમે સ્થળ પર પહોંચી તપાસ તથા સેમ્પલિંગની કામગીરી હાથ ધરી છે.

માનગઢ ગામે જલ્પેશભાઈ રતિલાલભાઈ પટેલના મકાન પાસે આવેલા થાંભલાની બાજુની જમીનમાંથી અચાનક ગરમ હવા તથા ગેસ જેવા ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. જમીનમાંથી સતત ધુમાડા નીકળતા હોવાની જાણ સ્થાનિક તંત્રને કરવામાં આવતા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કચેરીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ માનગઢ ગામે પહોંચી હતી અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. જમીનમાંથી નીકળતી ગરમ હવા કે ગેસ કયા પ્રકારનો છે અને કયા કારણોસર નીકળી રહ્યો છે તે જાણવા માટે નિષ્ણાત ટીમ દ્વારા સેમ્પલિંગ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ તેનો રિપોર્ટ ઉચ્ચ કચેરીને સોંપવામાં આવશે. રહેણાંક વિસ્તારની નજીક જમીનમાંથી સતત ગરમ હવા અને ધુમાડા નીકળવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!