માળીયા(મી) પોલીસને મળેલી બાતમીના આધારે દેવગઢ ગામના કોળીવાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં પૈસાની હાર-જીતનો તીનપત્તિનો જુગાર રમતા શામજીભાઈ ભુદરભાઈ પાટડીયા ઉવ.૩૮રહે. નવા દેવગઢ તા.માળીયા(મી), પ્રવિણભાઈ રણધીરભાઈ ચાવડા ઉવ.૪૦ રહે.નાની બરાર તા.માળીયા(મી), દિનેશભાઈ ગેલાભાઈ સવસેટા ઉવ.૪૨ રહે.દેવગઢ તા.માળીયા(મી), મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા ઉવ.૩૩ રહે.જૂના દેવગઢ તા.માળીયા(મી) તેમજ મહેશભારતી નારણભારતી ગોસ્વામી ઉવ.૫૯ રહે.નાની બરાર તા.માળીયા(મી) વાળાને કુલ રૂ.૧૧,૫૮૦/-ની રોકડ રકમ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસે જુગરધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






