Tuesday, September 17, 2024
HomeGujaratહળવદનાં ચુંપણી ગામની સીમમાં જુગાર રમતા સાત પૈકી પાંચ જુગારી ઝડપાયા:બે ફરાર

હળવદનાં ચુંપણી ગામની સીમમાં જુગાર રમતા સાત પૈકી પાંચ જુગારી ઝડપાયા:બે ફરાર

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશ લાવવા મોરબી એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.એસ.આઇ.એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. તે દરમિયાન તેઓએ હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા કુલ-૦૭ આરોપીઓ પૈકી પાંચ આરોપીને રોકડા રૂપીયા-૭૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓના સૂચનો અને માર્ગદર્શન મુજબ કામગીરી કરતા દરમિયાન એલ.સી.બી.મોરબીની ટીમને બાતમી મળેલ કે, હળવદમાં ચુપણી ખેતરડી ગામ જવના રસ્તે આથમણી તરીકે ઓળખાતી વાડીમાં રહેતા રોહીતભાઇ ચંદુભાઇ પટેલ પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવજેમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકતનાં આધારે ચુપણી ગામની સીમમાં આવેલ વાડીમાં રેઇડ કરતા કુલ-૭ ઇસમો પૈકી રોહીતભાઇ ચંદુભાઇ કાલરીયા, અશોકભાઇ ગોરધનભાઇ જગોદણા, ધર્મેન્દ્રભાઇ જેરામભાઇ બાવરવા, હરસુખભાઇ ગાંડુભાઇ જેઠલોજા તથા દિપકભાઇ ધનસુખભાઇ કાવર નામના પ ઈસમોને જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૭૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે. જયારે દિનેશભાઇ બાલજીભાઇ જગોદા તથા પરેશભાઇ ઉર્ફે પલ્લો મહાદેવભાઇ ઝાલરીયા નામના બે ઈસમો ભાગી છૂટતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઈ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!