દિવસેને દિવસે અકસ્માતનું ઘર બનતા જતા મોરબી- માળીયા હાઇવે પર અકસ્માતની રુહકાંપ ઘટના સામે આવી છે. જેમાં માળીયા હાઇવે પર આવેલ એક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક, બે નહી પરંતુ પાંચ લોકોના એક સાથે કમકમાટીભર્યા મોત નિપજતા માર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોને ૪-૪ લાખની આર્થિક સહાય આપવામાં આવશે અને ઇજાગ્રસ્તોને ૫૦ હજાર ની સહાય આપવામાં આવસે એવી અને મોરબી માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર કચ્છના માધાપર ખાતે રહેતો રઘુવંશી પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીને પરત માધાપર જઇ રહ્યો હતો.આ વેળાએ તથા મોરબીના કટારીયા ખાતે હવનમાંથી મોરબી પરત આવતા હતા તે વેળાએ કારને માળીયા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. એક કાર બીજા વાહન સાથે અથડાતા એક સમટા પાંચ જેટલા લોકોના કાળનો કોળિયો બની ગયા હતા. જેમાં મોરબીના મહેન્દ્રભાઈ પ્રાગજી ભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્ર ભાઈ રવેશીયા, જિજ્ઞાબેન ઘનશ્યામ જોબનપુત્રા,રિયાંશ ધનશ્યામ જોબનપુત્રાના કરુણ મોત નિપજ્યા હતા.
જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફરીને કચ્છ માધાપર તરફ ઘરે જઈ રહેલા પરિવારમાં જાદવજી રવજીભાઈ ભુડિયાનું મોત થયું હતું અને ભરત ઘનજી હિરાણી(ઉ.૩૮),વનિતા બેન ભરત હિરાણી(ઉ.૩૬),દેવ ભરતભાઈ હિરાણી(ઉ.૧૦),તુલસી ભરત ભાઈ હિરાણી(ઉ.૧૧),હર્ષિક ભરત ભાઈ હિરાણી(ઉ.૧૪),કિશન હિરજી હિરાણી(ઉ.૧૭),જશુબેન ધનજીભાઈ હિરાણી(ઉ.૬૦),યશ ભરતભાઇ ડબાસીયા(ઉ.૧૩),મંજુલા ભરત ડબાસિયા(ઉ.૩૧),ભરત ભાઈ વિશ્રામભાઈ ડબાસિયા(ઉ.૪૦) ઈજાગ્રસ્ત થયા હતા.જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે .
આ માંઠા સમાચાર મળતા મોરબી માળીયા ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.