મળતી માહિતી અનુસાર મોરબી શહેરના સામાકાંઠે આવેલ ઈન્દીરાનગરના મંગલમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીના જુગારની બાઝી માંડી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા કુવરબેન નરશીભાઈ ગણેશભાઈ અખીયાણી ઉવ.૬૫ રહે.ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨, જરીનાબેન આમદભાઈ હુશેનભાઈ કટીયા ઉવ.૪૦ રહે. ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨ (૩) જયાબેન વાઓફ હશુભાઈ છગનભાઈ સીધણીયા ઉવ.૫૦ રહે. ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨, ગુલાબબેન રોહીતભાઈ કરશનભાઈ બજાણીયા ઉવ.૨૫ રહે.ઘુટુ રામકો વિલેજ, કિશોરભાઈ કાનજીભાઈ સુરેલા ઉવ ૨૨ રહે ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨ને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. ૬,૩૫૦/- સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.