Tuesday, November 26, 2024
HomeGujaratઝીંઝુડા ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલ પાંચ સખ્સોની પંજાબથી ધરપકડ, કન્સાઇન્મેન્ટ પંજાબ મોકલવાનું હતું

ઝીંઝુડા ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલ પાંચ સખ્સોની પંજાબથી ધરપકડ, કન્સાઇન્મેન્ટ પંજાબ મોકલવાનું હતું

પાંચ દિવસ પૂર્વે મોરબી નજીકના ઝીંઝુડા ગામેથી એટીએસ દ્વારા ઓપરેશન પાર પાડી ત્રણ સખ્સોને ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથે પકડી પાડી બાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે. આ કન્સાઇન્મેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને એટીએસની ટીમ પંજાબ પહોચી પાંચ સખ્સોને દબોચી લીધા છે. આ પ્રકરણમાં મોટા કડાકા ભડાકા થવાની સંભાવનાઓ એટીએસ સુત્રોએ વ્યક્ત કરી છે. રિમાન્ડ પર રહેલ ત્રણેય સખ્સો તો હિમસિલા જેવા હોવાનું અને મોટા માથાની સંડોવણી બહાર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબી જીલ્લાના નવલખી નજીકના ઝીંઝુડા ગામેથી એટીએસ દ્વારા ૫૯૩ કરોડ ૨૫ લાખની કિમતના ૧૧૮.૬૫૦ કિલો ડ્રગ્સ સાથે ત્રણ સખ્સોને દબોચી લેવાતા રાજયભરમાં સનસનાટી મચી જવા પામી હતી. ઝીંઝુડા ગામના ભાણેજ અને દોઢ-બે વર્ષથી અહીં રહેતા સમસુદ્દીન પીરજાદાના નવા બંધાતા મકાનમાંથી સ્ટેટ એજન્સીએ યુવા ધનને બરબાદ કરતા મોટા જથ્થાને પકડી પાડી સમસુદ્દીન સહીત જામનગર જીલ્લાના જોડિયાના મુખ્તાર અબ્બાસ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગુલામ ભગાડની ધરપકડ કરી હતી. અગ્યાર દિવસ પૂર્વે સલાયામાંથી પકડાયેલ ૩૦૦ કરોડના જથ્થા પૈકીનો જ આ ભાગ હોવાનું અને ગુલામ જ જોડિયાના સખ્સની મદદથી અહીં સુધી આ જથ્થો લઇ આવ્યો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન એટીએસ દ્વારા ત્રણેય સખ્સોને મોરબી કોર્ટમાં રજુ કરી, બાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે.
પાકિસ્તાન થી ડ્રગ્સનો જથ્થો મોકલનાર આરોપી જાહિદ બ્લોચનો  પિતા પણ ઇન્ડોનેશિયામાં ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય બે સખ્સોની હિસ્ટ્રી જાણવા તપાસનો ધમધમાટ શરુ કરાયો છે. પકડાયેલ જથ્થો પંજાબ મોકલવાનો હોવાનું સામે આવતા એટીએસની એક ટુકડી પંજાબ પહોચી હતી અને ત્યાથી પાંચ સખ્સોને ઉઠાવી લેવાયા હોવાની વિગતો સામે આવી છે અને પાંચેયને ગુજરાત લઇ આવી પૂછપરછ કરવામાં આવશે. આ પ્રકરણમાં પકડાયેલ સખ્સો તો નામ માત્રના હોવાનું અને આ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ તેમજ સ્થાનિક ડ્રગ્સ માફિયાની સંડોવણી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!