મોરબી જીલ્લાના માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે એક યુવાનને ધમકાવી પાંચ શખ્સોએ મોટરસાયકલમાં તોડફોડ કરી નુકસાની પહોચાડી હોવાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસને બાતમી આપવાની શંકાને લઈને આરોપીઓએ યુવાનને ધમકાવ્યો હોવાનું સામે આવ્યું છે.
માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા મયુરભાઇ જયશુખભાઇ જોષી નામના યુવાનને ગત બુધવારે સાંજે છ્યેક વાગ્યે આ જ ગામના અજયસિંહ ભાવુભા જાડેજા, જયેંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા, પ્રવીણભાઇ બચુભાઇ જોષી અને ભગીરથસિંહ હેંમતસિંહ પરમાર તથા ભગીરથસિંહ જુગુભા જાડેજા રહે.મોટા દહીસરા વાળા સખ્સોએ આંતરી લીધો હતો. જેમાં આ સખ્સોએ લોખંડના પાઇપ વડે મોટર સાયકલ પર ઘા મારી મોટરસાયકલમાં નુકસાન પહોચાડ્યું હતું. તેમજ બીભત્સ વાણી વિલાસ આચરી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને માળિયા પોલીસ દફતરમાં અઈપસી કલમ ૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪ તથા GP ACT કલમ-૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં યુવાનના ઘર પાસે પહોચી આરોપીઓએ યુવાનના માતા અને બહેનને કહ્યું હતું કે તમે પોલીસને માહીતી આપી પકડાવો છો આ બાબત તેમજ ઘરની બાજુની વાડાની જમીન વાપરતા હોવાના ખારને લઈને આરોપીઓએ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.