Thursday, March 28, 2024
HomeGujaratહળવદમાં યુવાનની હત્યા મામલે પાંચ શખ્સો સામે નોંધાયો : પોલીસે ગણતરીના કલાકોમાં...

હળવદમાં યુવાનની હત્યા મામલે પાંચ શખ્સો સામે નોંધાયો : પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી

હળવદમાં રવિવારે રાત્રે મજાક-મસ્તીમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પાંચ શખ્સોએ યુવાનની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈએ પાંચેય આરોપીઓ સામે હળવદ પોલીસ મથકે હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી, હળવદ પોલીસે પાંચેય આરોપીઓ સામે 302 કલમ હેઠળ ગુન્હો નોંધીને આ તમામને પકડી પાડ્યા છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મૂળ માળીયા તાલુકાના અજીયાસર ગામના વતની હારૂનભાઈ કસમભાઈ જંગિયાએ હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા આરીફભાઈ મહેબૂબભાઈ મીયાણા, હૈદરભાઈ મોવર, ગફુરભાઈ ઇસભાઈ કાજેડિયા, કસમભાઈ ઇસભાઈ કાજેડિયા તથા અબ્દુલભાઈ ઇસભાઈ કાજેડિયા સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,આ પાંચેય આરોપીઓ ફરિયાદીના હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ભાઈ અવેશભાઈ કાસમભાઈ જંગિયાની ગતરાત્રે હત્યા કરી નાખી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર હળવદ જી.આઇ.ડી.સી.માં ઉમર સાથે આરીફભાઇ મહેબુબભાઇ મીયાણા મશ્કરી કરી ઝગડો કર્યો હતો.આથી મૃતક યુવાન અવેશ કાસમભાઇ જંગીયા તેને સમજવવા માટે ગયો હતો ત્યારે આરોપીઓએ છરી તથા ધોકા જેવા જીવલેણ હથીયાર ધારણ કરીને હુમલો કર્યો હતો અને આરીફભાઇ મહેબુબભાઇ મીયાણાએ અવેશને છરીનો પીઠના ભાગે જીવલેણ ઇજા કરી હતી તથા હૈદરભાઇ મોવરએ ધોકા વતી સામાન્ય ઇજા કરી હતી તથા તમામ આરોપીઓએ ઢીકા પાડુનો માર મારી જીવલેણ ઇજા કરી હતી. જેથી અવેશ કાસમભાઇ જંગીયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જો કે, તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી તમામ પાંચેય આરોપીઓની હળવદ પોલીસે ગણતરી ની કલાકો માં જ પકડીને કોવિડ ટેસ્ટ કરાવવા તેમજ ગુનામાં વપરાયેલા ધોકા અને છરી કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!