મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ પ્રોહી. જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇના સીધા માગગદર્ગન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્ત-નાબદુ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાએ સવેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા લોકરક્ષક રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.સ.ઇ. આર.એ.જાડેજા તથા સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા મોરબી તાલુકાના પીપળી ગામની ઉગમણી સીમમાં, આરોપી જીતેન્દ્રભાઇ મગનભાઇ જેઠલોજા રહે. પીપળી વાળાની કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરી જુગાર રમતા જીતેન્દ્રભાઇ મગનભાઇ જેઠલોજા(ઉ.વ.૪૨, રહે. પીપળી તા.જી.મોરબી), અશોકભાઇ ભવાનભાઈ કાવર(ઉ.વ.૪૮,રહે. પીપળી તા.જી.મોરબી), ખીમજીભાઈ રાઘવજીભાઈ જેઠલોજા (ઉ.વ.૫૫, રહે. પીપળી તા.જી.મોરબી), શૈલેષભાઈ જશમતભાઈ કાવર(ઉ.વ.૩૫, રહે. પીપળી તા.જી.મોરબી), પ્રેમજીભાઈ વેલજીભાઈ સબાપરા(ઉ.વ.૫૦,રહે.જુના ઘાટીલા, તા. માળીયા(મી.)જી.મોરબી) વાળાને કુલ રૂ.૪૫,૯૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૪, ૫ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પો.સ.ઇ. આર.એ.જાડેજા, એ.એસ.આઇ. નરવિરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. જયદીપભાઇ પટેલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, લોકરક્ષક રવિરાજસિંહ ઝાલ, પંકજભા ગઢુડા સહિતનાઓ રોકાયેલા હતાં