Thursday, April 25, 2024
HomeGujaratમોરબીનાં લાતીપ્લોટ વિસ્તારમાં જુગાર રમતા પાંચ શકુનિઓ ઝડપાયા

મોરબીનાં લાતીપ્લોટ વિસ્તારમાં જુગાર રમતા પાંચ શકુનિઓ ઝડપાયા

છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને જિલ્લાભરમાં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૫ ઈસમોને લાતીપ્લોટ વિસ્તારમાંથી જુગાર રમતા પકડી પાડી જેલ હવાલે કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, તીપ્લોટ શેરી નં-૨ તથા ૩ વચ્ચે જાહેરમા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી નેકમામદભાઇ સલેમાનભાઇ ભટ્ટી (રહે મોરબી લાતીપ્લોટ જોન્સનગર શેરી નં-૮), મોહસીનભાઇ સલીમભાઇ મોવર (રહે. મોરબી વાવડી રોડ, બાવળીયાપીરની દરગાહ પાસે), રફીકભાઇ આમદભાઇ ખોખર (રહે. મોરબી ગ્રીનચોક સીપાઇવાસ), અનિલભાઇ કાન્તીભાઇ સચાણીયા (રહે. મોરબી કાલીકાપ્લોટ શેરી નં-૨ મોરબી) તથા ભરતભાઇ શામજીભાઇ થરેસા (રહે. લાતીપ્લોટ શેરી નં-૩ મોરબી) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ. ૪૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!