મોરબીના અલગ-અલગ વિસ્તારમાં હાલ જાણે જુગારીઓ માટે સિઝન ખુલી હોય તેમ જુગારના નાના-મોટા કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે રામગઢ કોયલી ગામે દરોડો પાડી ૫ જુગારીઓને રૂ.૩૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના રામગઢ કોયલી ગામે પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા નિલેશેભાઇ ઉર્ફે લિમ્બાભાઇ ભુરાભાઇ ભીમાણી (રહે. રામગઢ કોયલી તા.જી.મોરબી), મહેન્દ્રભાઇ આણંદભાઇ ભીમાણી (રે. રામગઢ કોયલી, તા.જી.મોરબી), અરવિંદભાઇ અર્જુનભાઇ પનારા (રહે-રામગઢ કોયલી તા.જી.મોરબી), વિપુલભાઇ હરજીભાઇ પનારા (રહે. રામગઢ કોયલી, તા.જી.મોરબી) તથા પરેશભાઇ દેવરાજભાઇ રાણીપા (રહે. રામગઢ કોયલી, તા.જી.મોરબી) નામના જુગારીઓને રોકડા રૂ.૩૫,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.