પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા જુગારની બદી નાબુદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અંતર્ગત એલસીબી પીઆઈ વી. બી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એન. બી. ડાભી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય મળેલી બાતમીના આધારે રાજપર ગામે દરોડો પાડ્યો હતો. જેમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીઓમાં જુગાર રમતા રશીદ જુમાભાઈ જંગરી(ઉ.વ.૩૮), કિશન નારણભાઈ સરવૈયા(ઉ.વ.૨૧), ઇકબાલ જમાલભાઈ રાઉમા(ઉ.વ.૩૦), નિઝામ સલીમભાઈ મોવર(ઉ.વ.૨૦), મોસીન અબ્દુલભાઈ રાઠોડ(ઉ.વ.૨૯)ને રૂ. ૫૦,૨૦૦ની રોકડ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં જુગાર ધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, એએસઆઈ રસીકભાઇ ચાવડા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, આશિફભાઈ ચાણક્યા, નિર્મળસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતા.