વાંકાનેરના હસનપર ગામેં આવેલ ખોડીયાર માતાજીના મંદીરના પટ્ટમા જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા જીજ્ઞેશભાઈ જેન્તીભાઈ દારદરા, હકાભાઈ સતાભાઈ મુંધવા, જીતેશભાઈ વિનુભાઈ સારલા, કાનજીભાઈ છેલાભાઈ સરૈયા, દીલીપભાઈ હઠાભાઈ ગમારા સહિતના પતાપ્રેમીઓ રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂ.૧૫૧૦૦નો મુદામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.