Saturday, December 21, 2024
HomeGujaratમાળિયા તાલુકાનાં વાધરવા ગામે જાહેરમાં જુગાર રમતાં પાંચ ઈસમો પકડાયા

માળિયા તાલુકાનાં વાધરવા ગામે જાહેરમાં જુગાર રમતાં પાંચ ઈસમો પકડાયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈ અને સી.પી.આઈ આઈ એમ કોઢીયાના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ મથકના પી એસ આઈ એન. એચ. ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મળેલ બાતમીનાં આધારે વાધરવા ગામે ચોકવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા રાજેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા(ઉ.વ.૬૩), અરવિંદભાઈ નાનજીભાઈ માલસણા(ઉ.વ.૪૨), યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા(ઉ.વ.૪૩), મહિપતસિંહ પ્રભાતસિંહ પરમાર(ઉ.વ.૫૩) અને વિપુલભાઈ કાનજીભાઈ ગડેશીયા(ઉ.વ.૨૬)ને રોકડ રકમ રૂ.૧૫,૫૦૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન. એચ. ચુડાસમા, પંકજભાઈ નાગલા, પો. કોન્સ. ભગીરથસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!