Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના ખાટકીવાસ જુથ અથડામણમાં બંને મૃતક યુવાનોના જનાજા પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યા

મોરબીના ખાટકીવાસ જુથ અથડામણમાં બંને મૃતક યુવાનોના જનાજા પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યા

બઘડાટીમાં બે મોત મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ બંને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી

- Advertisement -
- Advertisement -

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં થયેલી બઘડાટીમાં બંને પક્ષે એક એક વ્યક્તિના મોત થયા હતા જે બનાવ બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

જે બનાવમાં રફીકભાઈ રજાકભાઈ માંડલિયા ઉર્ફે લોખંડવાલએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અને આરોપી હનીફભાઈ ઉર્ફે મમુ દાઢી એક જ શેરીમાં રહેતા હોય અને રફીકભાઈના દીકરાઓ શેરીમાંથી કામધંધા માટે મોટર સાઈકલ લઈને આવતા જતા હોય જેથી આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢીને સારું નહિ લાગતા આરોપી શબ્બીર સલીમ સાથે રફીકભાઈના દીકરા અનીશને સામાન્ય બોલચાલી થતા જેનો ખાર રાખી આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢી તથા આરોપી અલ્તાફ ઉર્ફે જગીરો, ઈમ્તિયાઝ સહિતના પિસ્તોલ જેવા હથિયારથી તથા શબ્બીર સલીમે ફરિયાદી રફીકભાઈ તથા અન્ય પર પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગ કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ઈજા કરી માર મારી તથા રફીકભાઈના દીકરાને દીકરાને સારવારમાં લઇ જતા ત્યાં પણ આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનિયા તથા અલ્તાફ અહેમદ ઇકબાલ બકાલી તથા શબ્બીર મેમણ તથા યાસિક રજાકભાઈ મુરધીવાળા તથા ક્દારભાઈ સલીમભાઈ બાનાણીએ ઝધડો કરી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરીંગ કરતા રફીકભાઈના દીકરા રઉફને ખભામાં ઈજા કરી તેમજ રફીકભાઈના દીકરા આદીલનું મોત નીપજાવી અન્યોને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

તો સામાપક્ષે ઈમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ આરોપી રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, આદીલ રફીકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, રઉફ રફીકભાઈ માંડલીયા, હનીફભાઈનો દીકરો તથા ચાર અજાણ્યા શખ્સોએ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓ શેરીમાં મોટર સાઈકલ સ્પીડમાં ચલાવતા હોય જેથી ફરિયાદીના પિતા મોટર સાઈકલ સ્પીડમાં નહિ ચલાવવા બાબતે સમજાવવા જતા આરોપીઓને સારું નહિ લાગતા છરી, તલવાર, ધારિયા, લોખંડના પાઈપ જેવા હથિયાર ધારણ કરી ઈમ્તિયાઝ તથા અન્યોને ઈજા પહોંચાડી હતી જેમાં ઇમરાન સલીમ કાસમાંણીનું મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

બઘડાટીને પગલે વિસ્તારમાં તંગદીલીનો માહોલ, ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો
રવિવારે બપોરના સુમારે થયેલી મારામારી અને ફાયરીંગમાં બે યુવાનના મોત થયા બાદ વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો જેથી રવિવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો તો આજે સોમવારે પણ ડીવાયએસપી, એ ડીવીઝન, બી ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમો વીસ્તારમ સતત તૈનાત હતી અને ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો

બંને મૃતક યુવાનોના જનાજા પોલીસ બંદોબસ્ત સાથે નીકળા
બઘડાટી પ્રકરણમાં બંને તરફ એક એક યુવાનના મોત થયા હતા જે બંને મૃતકોના આજે જનાજા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યા હતા સાથે જ વિસ્તારમાં હજુ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળે છે તો વિસ્તારમાં આજે મોટાભાગની દુકાનો પણ બંધ જોવા મળી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!