રાજ્યભરમાં તા. 30 થી 2 ડિસેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે રાજ્યના ખેતી બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા પણ ખેત પેદાસોને સુરક્ષિત રાખવા અંગે પરિપત્ર જાહેર કરાયો છે ત્યારે વાંકાનેર યાર્ડમાં જણસની ઉતરાઈ અંગે ખેડૂતો અને દલાલોને જરૂરી સૂચનો કરાયા છે.
કમોસમી અંગે હવામાન વિભાગની આગાહીને લઈને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ડો. એ. કે. પીરજાદા દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોએ આગામી ત્રણ દિવસ દરમિયાન દલાલનો સંપર્ક કરી ખેતીની જણસો યાર્ડ ખાતે લાવવાની રહેશે. આ ઉપરાંત જણસને તલપત્રીથી ઢાંકીને રાખવા સહિતની વ્યસ્થા પણ કરવી જરૂરી છે. વધુમાં શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ માલની ઉતરાઈ કરવામાં દેવામાં આવશે.અને જ્યાં જગ્યા હશે ત્યાંજ માલ ઉતારવામાં આવશે.બીજી તરફ માવઠાની આગાહીને લઈને વેપારીએ પણ માલ ખુલ્લામાં પડ્યો હોય તો તેને પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે આ અંગે હવામાંન વિભાગ દ્વારા આગાહી કરાતા રાજ્યના ખેતી બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા પણ પરિપત્ર બહાર પાડી સંબંધિત તંત્રને ખેતી પેદાશો પલળે નહિ તે માટે સુરક્ષિત સ્થળે રાખવા જણાવ્યું છે તથા પેદાશને નુક્સાણીથી બચાવવા ઢાંકવા સહિતની વ્યવસ્થા કરવા અને કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહેવા જણાવાયું છે.