મોરબી સહિત રાજયભરમાં ત્રણ દિવસની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જે આગાહીને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા જણસની હરરાજી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની સંભાવના વર્તાઈ રહી છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા પણ મોરબી સહિત રાજયભરમાં વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદની ભીતિને લઈને મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસ તા.19 થી 21 સુધી જણસની હરરાજી બંધ રાખવા અંગે યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવ્યું છે.
તા. 22 થી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ધમધમશે અને પાકની હરરાજી પૂર્વરત કરવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરી એ યાદી બહાર પાડી ખેડૂતોને નોંધ લેવા જણાવ્યું છે.