મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર, માળીયા(મી) તાલુકાના મોટા દહિસરા, ભાવપર, કુંતાસી, મોટાભેલા, વાધરવા, વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ, રાજાવડલા, અગાભી પીપળીયા, હળવદ તાલુકાના માલણીયાદ, ગાલાસણ, સુરવદર, જુના દેવળીયા, ટીકર-૧, ટંકારા તાલુકાના સાવડી અને મોરબી તાલુકાના આંદરણા, લુટાવદર, ભડીયાદ ઘુનડા(સ) ના પેટા આરોગ્ય કેન્દ્ર કે જે ઘણાં સમયથી જર્જરીત હાલતમાં હતા જેનું નવીનીકરણ કરવા માટે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા, મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા તથા કારોબારી સમિતિ ચેરમેન જયંતીલાલ.ડી.પડસુંબીયા દ્વારા અનેક વખત રજૂઆતો કરેલી હતી જે રજુઆત ને સરકારે ધ્યાનમાં લઈને સિંધાવદર ગામનું પી.એચ.સી તેમજ ઉપરોક્ત ૧૮(અઢાર) પેટા આરોગ્ય કેન્દ્ર ને નવા બાંધકામ ની મંજુરી આપવામાં આવતા રજુઆત કરનાર મોરબી જિલ્લા પંચાયત ના હોદેદારો દ્વારા ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યમંત્રી રૂષિકેશભાઈ પટેલ, મંત્રી બ્રેજેશભાઇ મેરાજા સાહેબ અને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા સાહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો.