ઉનાળાની શરૂઆત થતાં જ લોકો આખા વર્ષના મસાલા ભરતા હોય છે. ગૃહિણીઓ મરચું,હળદર,ધાણાજીરું દળાવવા મસાલા માર્કેટ પહોંચે છે અને આખા વર્ષના મસાલા ભરે છે. મોરબીમાં છેલ્લા 15-20 દિવસથી મસાલા માર્કેટ શરૂ થઇ ચૂકી છે. ત્યારે મસાલા સિઝનનો પ્રારંભ થતાની સાથે જ ફુટ વિભાગ એક્શનમાં આવી છે. અને વિવિધ કુલ ૧૭ મસાલા દળતી ખડીઓની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ તપાસ કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, મરચુ, ધાણા-જીરું અને હળદરનું ગ્રાહકોની જરુરીયાત મુજબ ગ્રાહકોની સામે મસાલા દળી વહેચાણ કરતી મસાલા ખડીઓની આજે ચકાસણી કરવામા અવેલ હતી. જેમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઝરમર મરચા & ફ્લોર મીલ, મહારાણા પ્રતાપ ચોક, કડીયા બોર્ડીંગનાં મેદાનમાં આવેલ જલારામ મસાલા ભંડાર & માર્કેટ, કાનાભાઈ દાબેલીની બાજુનો વંડો, ડાયમંડ બેકરીની સામે આવેલ વિકાસ મસાલા, આકાશ મસાલા, જય ખેતલીયા મસાલા, કિંગ મસાલા, ક્રિષ્ના મસાલા, શિવ શકિત મસાલા હાઉસ, રવાપર ચોકડી પર આવેલ, ઉમીયા સર્કલ કેનાલ રોડ, ઉમીયાજી શાક માર્કેટની બાજુમાં આવેલ, રાજકોટ મસાલા માર્કેટ, રાજકોટ હાઈવે, શનાળા રોડ ઉપર આવેલ, ખોડલ મસાલા ભંડાર, શનાળા રોડ શકિતમાના મંદિર પાસે આવેલ, ફેમસ મરચા સેન્ટર, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ પર આવેલ માહિરા મરચા સેન્ટર, જય મલાર મરચા સેન્ટર, ખોડીયાર કૃપા મરચા સેન્ટર અને ન્યુ ગોંડલ મસાલા ભંડાર તેમજ સમય ગેટની પાસે, શનાળા રોડ પર આવેલ માફક મસાલા અને ઝમઝમ મસાલા એમ કુલ ૧૭ મસાલા દળતી ખડીઓની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ તપાસ કરવામાં આવેલ હતી. તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ દરમિયાન સ્થળ પર સ્વચ્છતા ન જાળવતા પેઢીના માલિકોને સૂચના આપી સ્થળ પર સ્વચ્છતા રખવાની સુચના આપેલ તેમજ અલગ અલગ પેઢીઓમાંથી ૧૬ જેટલા નમુના લેવામાં આવ્યા હતા. તેમ ફૂડ ઇન્સ્પેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.