નિયામક આયુષની કચેરી, ગાંધીનગર ના માર્ગદર્શન મુજબ મોરબીની સરકારી આયુર્વેદ હોસ્પિટલના ઇન્ચાર્જ વૈદ્ય પંચકર્મ વૈદ્ય અરૂણાબેન નિમાવત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી તથા સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ખાદ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. આ તકે પોષણ થીમ અંતર્ગત વાનગીઓ બનાવવા તેમજ માહિતી માટે લોકોએ રસ દાખવ્યો હતો. વધુમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોસ્પિટલ અને દવાખાનાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠવવામાં આવી હતી.