મોરબીનાં જાગૃત નાગરિકો દ્વારા કોરોના દર્દીઓ માટે બેડ, ઓક્સિજન બોટલ રીફીલીંગ અને રેમડેસીવર ઈંજેક્શન માટે જોગવાઈ કરવા માંગ કરવા કલેકટર મારફતે ડે. સીએમને રજુઆત
મોરબીના જાગૃત નાગરિકો મેહુલ ગાંભવા, રાજેશ એરણીયા, યોગેશ પટેલ અને ભગીરથસિંહ રાઠોડ સહિતનાઓ દ્વારા કલેકટર મારફત રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં જણાવ્યું છે કે કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયેલ છે તેમજ મોરબીના દર્દીઓ રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ જવું પડે છે જેથી હોસ્પિટલમાં તાત્કાલિક બેડોની સંખ્યા વધારવામાં આવે તે ઉપરાંત રેમડેસીવર ઇન્જેક્શન માટે હોસ્પિટલમાં એડમિટ દર્દીઓ તેમજ હોમ આઈસોલેટ દર્દીઓ માટે ઇન્જેક્શનની વ્યવસ્થા તેમજ ઓક્સીજન બોટલ રીફીલીંગ અને રેમડેસીવર માટે જોગવાઈ કરવા માંગ કરવામાં આવી છે. જીલ્લામાં આઈસીયુ અને ઓક્સીજન બેડની સંખ્યા તાત્કાલિક વધારવી જરૂરી છે અને જો તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ના કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કચેરીએ ઘેરાવ કરવામાં આવશે જેની જવાબદારી તંત્રની રહેશે.