મોરબીનાં જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો.કેયુર પટેલ દ્વારા 2 વર્ષના બાળકની સફળ સર્જરી કરવામાં આવી છે. 2 વર્ષના બાળકની સફળ સર્જરી થઇ હોય તેવી મોરબીની આ પ્રથમ ઘટના છે. ત્યારે બાળકના માતા-પિતા તથા પરિવારજનો દ્વારા ડોક્ટરનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
https://youtu.be/vpb9ZFq2udU?si=E0YHOiJL27jcJJVK
મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ઠોયા દિવસ પૂર્વે એક દંપતી ટેબ ૨ વર્ષનાં બાળકને લઇને ઓપીડીમાં બતાવવા માટે ગયું હતું જ્યાં બાળકના માતા-પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે, બાળકને જમણા પડખામાં દુઃખાવો હતો. ત્યારે બાળકને દાખલ કરી યુરોસર્જન ડૉ. કેયુર પટેલ દ્વારા રિપોર્ટ કરતા જણાયું કે બાળકની જમણી બાજુની કીડનીની નળી બ્લોક છે. જે બાળક ને જન્મજાત હતું. જેના કારણે બાળકને જમણી બાજુની કીડનીનો પેશાબ નતો ઉતરતો. બાળકની કીડની પર સોજો આવી ગયો અને બાળકને સતત દુઃખાવો થયા કરતો હતો. આ કંડીશનમાં ડૉ. કેયુર પટેલ કે જેઓ યુરોસર્જન તરીકે આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓ દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં બ્લોક ભાગ નીકળી અને ત્યાં જોઈન્ટ કરી અને ચેનલ શરુ કરવાની થાય જેને (PAILOPLASTY)\કહેવામાં આવે છે. ત્યારે બાળકના દાખલ થયાના ૩ દિવસની અંદર બાળકને સારવાર આપીને હેમખેમ હસતા રજા આપવામાં આવી છે.