Friday, May 3, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં છેલ્લા પાંચેક માસથી અલગ અલગ કારખાનાની મજુરોની ઓરડીમાંથી નજર ચૂકવી...

મોરબી જીલ્લામાં છેલ્લા પાંચેક માસથી અલગ અલગ કારખાનાની મજુરોની ઓરડીમાંથી નજર ચૂકવી મોબાઇલ ફોની ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમોને પકડી પાડતી મોરબી એલ.સી.બી

ચોરી, છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૬૧ (કિ.રૂ. ૨,૭૭,૫૦૦/-) ,મો.સા. નંગ-૨ (કિ.રૂ.૪૦,૦૦૦/-) તથા છરી (કિ.રૂ.૫૦/-) મળી કુલ કિં.રૂ.૩,૧૭,૫૦૦/- ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી મોરબી એલ.સી.બી

- Advertisement -
- Advertisement -

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદિપસિંહએ પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાને મિલક્ત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના આપતા પોલીસ અધિક્ષક મોરબીએ ઉપરોક્ત કામગીરી કરવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીને જરૂરી સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સબ ઇન્સ. એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ, પો.કો. ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે મોરબી અમરેલી રોડ ઉપર મોરબી વીસીપરામાં રહેતા ત્રણ ઇસમો કે જે ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન સાથે ત્રણેય ઇસમો બે મોટર સાયકલ ઉપર મોબાઇલફોન વેચવા કે સગેવગે કરવા માટે નિકળનાર છે તેવી ચોક્કસ હકિકત મળતા ત્રણ ઇસમો બે મોટરસાયકલ તથા મોબાઇલફોન સાથે મળી આવતા જેઓને રોકી તેઓની જરૂરી પુછપરછ કરી તેઓની પાસે રહેલ ચીજવસ્તુ ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ ૬૧ મળી આવતા જેઓની મોબાઇલ ફોન બાબતે સધન પુછપરછ કરતા આ મોબાઇલ તેઓએ તથા તેમના અન્ય સાગરીતો સાથે મળી અલગ અલગ તારીખ સમયે અલગ અલગ વિસ્તારમાં આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનું જણાવતા હોય જેથી આ ત્રણેય ઈસમો સુલતાન સલેમાન ઉર્ફે સરમણભાઇ સુમરાસંધી (રહે.મોરબી-૨, વીસીપરા,ગુલાબનગર, તા.જી.મોરબી) , સતીષ ઉર્ફે વલીયો રમેશભાઇ રામજીભાઇ ડેડવાણીયા (રહે.મોરબી-૨, વીસીપરા, તા.જી.મોરબી), નુરમામંદ શાઉદીન જેડા (ઉવ.૨૦, ધંધો મજુરી રહે.મોરબી-૨,વીસીપરા,યમુનાનગર તાજી.મોરબી.મુળ ગામ ખીરઇ તા.માળીયા (મી.) જી.મોરબી) વાળા પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ ૬૧(કિં.રૂ. ૨,૭૭,૫૦૦/-) , તેમજ આ મોબાઇલ ફોન ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ હિરો સ્પ્લેન્ડર, તથા બજાજ પ્લસર મો.સા.નંગ-૨ (કિં.રૂ.૪૦૦૦૦/-) તથા છરી (કિં.રૂ.૫૦/-) મળી કુલ કિં.રૂ.૩,૧૭,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે જ્યારે અન્ય ત્રણ ઈસમો સાહીલ અલીયાસ કટીયા,અલ્તાફ અબુભાઇ જેડા, હાર્દીક ઉર્ફે આદિ મનહરભાઇ ઉર્ફે મુનાભાઇ રાઠોડ (રહે.બધા વીશીપરા, મોરબી) વાળાનાં નામ ખુલતા તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

આમ, મોરબી જીલ્લામાં છેલ્લા પાંચેક માસથી અલગ અલગ કારખાનાની મજુરોની ઓરડીમાંથી નજર ચૂકવી મોબાઇલ ફોની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં મોરબી એલ.સી.બીને સફળતા મળેલ છે.

આ કામગીરીમા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ. એલ.સી.બી.મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા HC દિલીપ ચૌધરી, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, ચંદુભાઇ કાણોતરા, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ASI રસીકભાઇ ચાવડા, સંજયભાઇ પટેલ રજનીકાંત કેલા, કૌશીકભાઇ મારવણીયા તથા PC ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મીયાત્રા, નિરવભાઇ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, બ્રીજેશભાઇ કામુંદ્રા, વિક્રમભાઇ કુગશીયા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા વિગેરે જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!