Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં નાટય સ્પર્ધામાં નવયુગ સંકુલનાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

મોરબીમાં નાટય સ્પર્ધામાં નવયુગ સંકુલનાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

વિશ્વ રંગભૂમિ દિવસે નાટય સ્પર્ધામાં નવયુગ સકુંલના વિદ્યાર્થીઓએ રંગમંચમાં મેદાન માર્યું હતું. જેમાં ધો.૯થી ૧૨ની કેટેગરી-૩માં દલસાણીયા ખુશાલીએ જિલ્લા પ્રથમ, ધો.૫થી ૮ની કેટેગરી-2માં કુંડારીયા વ્યોમે જિલ્લા પ્રથમ અને ધો.૫થી૮ની કેટેગરી-૨માં સંઘાણી ધ્રુવીએ જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત કેટેગરી-૨માં ધો. ૫થી ૮માં ગ્રુપ ડ્રામામાં નવયુગના છાત્રોએ પ્રથમ નંબર ક્રમાંક હાંસલ કર્યો હતો. રંગમંચમાં બાળ અભિનયના પાત્ર ભજવી વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. નવયુગના શિક્ષક પૈજા તુષારભાઈએ વિદ્યાર્થીઓને સુંદર રીતે તૈયાર કર્યા હતા. બધા વિદ્યાર્થીઓને નવયુગનાં ટ્રસ્ટી પી.ડી.કાંજીયાએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!