Sunday, September 8, 2024
HomeGujaratવાંકાનેરના સમથેરવા-રાજગઢ રોડ ઉપરથી રેઢી કારમાં ભરેલ વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપાયો

વાંકાનેરના સમથેરવા-રાજગઢ રોડ ઉપરથી રેઢી કારમાં ભરેલ વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપાયો

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તરફથી પ્રોહિબિશન જુગારની બદી સદંતર નાબુદ કરવા માટે પ્રોહિબિશન જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સમથેરવા-રાજગઢ રોડ ઉપરથી કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રીપાઠી તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલા તથા વાંકાનેરના સી.પી.આઇ. વી.પી.ગોલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન સમથેરવા-રાજગઢ રોડ પર GJ-01- HM-2037 નંબરની હ્યુન્ડાઇ સેન્ટ્રો કારનો ચાલક કાર રેઢી મુકી નાશી જઇ કારમાંથી ઇંગ્લીશ દારૂની રૂ.૬૭,૨૦૦/-ની કિંમતની ૧૫૬ બોટલોનો મુદ્દામાલ મળી આવતા કાર રેઢી મુકી નાશી જનાર સેન્ટ્રો કારના ચાલક વીશાલ ગોરધનભાઇ કોળી (રહે.વરડુસર તા.વાંકાનેર) સામે પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!