Saturday, October 3, 2026
HomeGujaratમોરબીના રોયલ પાર્કમાં રહેણાંકમાંથી ડિફેન્સ પર્સનને મળતો વિદેશી દારૂ ઝડપાયો

મોરબીના રોયલ પાર્કમાં રહેણાંકમાંથી ડિફેન્સ પર્સનને મળતો વિદેશી દારૂ ઝડપાયો

રૂ.૧.૪૨ લાખથી વધુની કિંમતની ૩૪ બોટલ સાથે એકની અટકાયત, મકાનમાલિક સહઆરોપી ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નવલખી રોડના રોયલ પાર્કમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી ડિફેન્સ પર્સન માટેનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે રૂ.૧,૪૨,૭૦૦/-ની કિંમતની મોંઘીદાટ વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૩૪ બોટલ કબજે કરી એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે મકાનમાલિક સહઆરોપી હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરાયો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે નવલખી રોડ પર રોયલ પાર્કમાં વરૂણદાન નવલદાન ગઢવીના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનની તપાસ દરમિયાન પુઠાના બોક્સ તથા થેલાઓમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમએલ.ની કુલ ૩૪ સીલબંધ બોટલ જેમાં બ્લેન્ડર પ્રાઇડ, જેમસન, બ્લેક એન્ડ વ્હાઇટ, બ્લેક ડોગ, જોની વોકર, ૧૦૦ પાઇપર્સ અને ડેવર્સ સહિત વિદેશી દારૂ કિ.રૂ.૧,૪૨,૭૦૦/- મળી આવ્યો હતો. આ દરમિયાન મકાનમાં હાજર આરોપી રઘુવિરસિંહ દાદુભાઈ ભગવતસંગ બારહટ ઉવ.૪૦ રહે. કુબેરનગર મેઇન શેરી હેતુ પાનની બાજુમાં ભાડાના મકાનમાં મૂળ વિરવિદરકા તા.માળિયા(મી) વાળાની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં પકડાયેલ આરોપી રઘુવિરસિંહે આ દારૂ પોતે અને મકાનમાલિક વરૂણદાન ગઢવી ભાગીદારીમાં વેચાણ કરવા લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રઘુવિરસિંહની અટકાયત કરી હતી, જ્યારે વરૂણદાન ગઢવી હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!