મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નવલખી રોડ લાયન્સનગર જલારામ એપાર્ટમેન્ટની સામે રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી સાથે નીકળેલા સુનીલભાઈ ઘોઘુભાઈ સારલા ઉવ.૩૭ રહે.લાયન્સનગર મોરબી વાળાને રોકી તેની પાસે રહેલ થેલીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૮૦મીલી.ની કુલ ૫૯ બોટલ કિ.રૂ.૬,૬૧૦/- માલી આવી હતી. જેથી પોલીસે આરોપી સુનીલ સારલાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.






