Friday, July 24, 2026
HomeGujaratમોરબી જિલ્લામાં રૂ. 4.25 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ

મોરબી જિલ્લામાં રૂ. 4.25 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ

મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો હતો. સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના એસ.ડી.એમ. પ્રવિણસિંહ જેતાવતના અધ્યક્ષસ્થાને તેમજ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા, મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ., નશાબંધી સબ ઇન્સ્પેક્ટર એસ.સી. વાળા સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં જાંબુડીયા વીડી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી સીટી એ ડિવિઝન, મોરબી સીટી બી ડિવિઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના જથ્થાના નાશ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ સરકારી પંચોની હાજરીમાં સંપૂર્ણ કાર્યવાહીનું વિડિયોગ્રાફી કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન 90,953 વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત રૂ. 4,25,05,538 થાય છે, તેનો રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે નશાબંધીના કાયદાના અસરકારક અમલ અને જપ્ત કરાયેલા મુદ્દામાલના યોગ્ય નિકાલ માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!